લોર્ડ હેસ્ટિંગ્સ ( 1813-1823)



લોર્ડ હેસ્ટિંગ્સ ( 1813-1823) :-

-તેના સમયમાં બ્રિટીશ પાર્લામેન્ટે 1813 નો સનદી ધારો પસાર કર્યો, જે મુજબ કંપનીનો હિંદમાં વ્યાપાર કરવાનો એકહથ્થુ ઈજારો નાબુદ, ફક્ત ચા સિવાયની બધી વસ્તુઓનો વેપાર હિંદ સાથે કરવાની છુટ દરેક બ્રિટીશ પ્રજાજનને મળી. જોકે ચીન સાથે વ્યાપાર કરવાનો કંપનીનો ઈજારો ચાલુ રહ્યો.
- હિંદમાં બ્રિટીશ વ્યાપારીઓ અને ખ્રિસ્તી પાદરીને આવવાની છુટ મળી અને હિંદમાં જ્ઞાન અને વિધાના વિકાસ અર્થે કંપનીએ દર વર્ષે એક લાખ ખર્ચવા એવું નક્કી થયું.
-  કરેલા મહત્વના દિવાની અને વહીવટી સુધારા તેમાં સર જહોન માલ્ક્સ,સર થોમસ મનરો , એલ્ફીન્સ્ટન, સર ચાર્લ્સ મેટકાફ, જેવા પ્રતિભાશાળી વહીવટીકર્તાઓએ ભજવેલી મહત્વની ભૂમિકા, થોમસ મનરોએ મદ્રાસના ગવર્નર તરીકે રૈયતવારી મહેસૂલ પધ્ધતિ દાખલ કરી.
- બંગાળમાં રૈયતના અધિકારીને સુરક્ષીત કરવા 1822 મા બેગાલ ટેનન્સી એક્ટપસાર કર્યો.
- ન્યાયક્ષેત્રે દીવાની કાર્યોમા ટૂંકી અને સરળ બનાવેલી કાર્યપદ્ધતિ, કલેકટર અને ન્યાયધીશોની સતાની અલગતા દૂર કરી.
- શાસનકાળમાં એગ્લો ગુરખા વચ્ચે નેપાલ વિગ્રહ ( 1914- 16) ત્રીજો મરાઠા વિગ્રહ અને પીંઢારાઓનું દમન થયું.
- રજપૂત રાજ્યોએ સ્વીકારેલ સહાયકારી સૈન્ય સંધિ તેમજ બુંદી, કિસનગઢ, બીકાનેર, જયપુર, વાંસવાડા, ડુંગરપુર, વગેરે કંપનીનાં આશ્રિત બન્યાં.