વોરન હેસ્ટિંગ્સ ( 1772-1785):-
- 1773 નાં નિયામક ધારા મુજમ બંગાળ ઈલાકાનો
ગવર્નર હવેથી બંગાળ ઈલાકાનો ગવર્નર જનરલ ગણાશે.
- દ્વિમુખી રાજ્ય પદ્ધતિનો અંત આણ્યો.
- કંપનીની તિજોરી મુશીદાબાદથી ખસેડી ને હવે કલકતા લાવવામાં આવી, બંગાળ-બિહાર અને
ઓરિસ્સાનું મહેસુલ ઉઘરાવવા માટે અત્યાર સુધી નાયબ-દીવાનો-બંગાળના મહમ્મદ રેઝાખાન
અને બિહારમાં સીતાબરાય –નાં હોદાઓ કાઢી
નાખીને હવે કંપની દ્વારા સીધું મહેસુલ વસુલ કરવા માટે રેવેન્યુ વહીવટીતંત્રની
સ્થાપના અને રેવન્યુ કલેક્ટરની નિમણુંક.
- 1774 વાર્ષિક ઈજારા આપવાની પદ્ધતિની શરૂઆત,
મુધલ સમ્રાટ શાહ આલમ બીજાને પ્રતિવર્ષે અપાતું રૂ. 26 લાખનું પેન્શન બંધ કરીને તેને કારા અને અલ્હાબાદનાં જીલ્લાઓ આપ્યા.
- ટુંકા ગાળામાં વહીવટીતંત્રમાં સર્વાગી ફેરફરો દાખલ કરીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને
બંગાળના સંગીન પાયા ઉપર મુક્યું.
- રોહીલખંડના રોહીલાઓ સાથે સંઘર્ષ, - અંગ્રેજ સેનાપતિ કર્નલ એમ્પિયનના નેતૃત્વ
હેઠળ અંગ્રેજો અને નવાબના સૈન્ય ભેગા મળીને રોહીલાઓને 1774 માં મીરનપુરના યુદ્ધમાં હરાવેલ અને તેમાં તેમનો સરદાર હાફીઝ રહેમખાં માર્યો
ગયો.
- 1784 ના જાન્યુ. માં કલકત્તામાં બંગાળ
એશિયાટીક સોસાયટીની સ્થાપના કરી.
- બંગાળ એટલાસ નામનું પુસ્તક લખાવવા મેજર રેનેલ જેવા ભુગાળશાસ્ત્રીને હેસ્ટિંગ્સ
ની મદદ. ‘1784 નો પિટ્ટનો હિંદ
ધારો’ પસાર કર્યો.